About Us

Home   >   About Us

Welcome to Vivaah Lagna Marriage Bureau

આજથી 30 વર્ષ પહેલા આપણે સૌ ગલી મહોલ્લામાં રહેતા હતા, જ્યાં એક જ પરિવારના અને સમાજના લોકોનો સમૂહ રહેતો હતો. ત્યારે શહેરો ઘણા નાના હતા અને લોકો સૌ એકબીજાને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. તે જમાનામાં ખૂબ જ ઓછા લોકો પાસે ટેલીફોન હતો, જ્યારે મોબાઈલ ઇન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ ના હતી. લોકો એકબીજાના પરિવારને તેઓના વ્યવહાર, ખાનદાની, ધર્મ અને ખાણીપીણીથી ની રીતોથી ઓળખતા હતા. તે જમાનામાં પરિવારની ઉંમરલાયક મહિલાઓ "ઓટલા સભા" કરતી હતી અને ઉંમરલાયક મહિલાઓ અને પુરુષો મંદિરોમાં ભેગા થતા હતા. ત્યાં તેઓ તેઓના પરિવારના લગ્ન ઈચ્છુક છોકરાઓ અને છોકરીઓની વાતો ચલાવતા હતા અને બીજાના છોકરાઓના લગ્ન કરાવવામાં ગૌરવ અનુભવતા હતા. આથી તે જમાનામાં લગ્ન ખૂબ જ સરળતાથી થઈ શકતા હતા.

જ્યારે આજે શહેરનું વિસ્તરણ અને વસ્તી ખૂબ જ વધી જતા લોકોએ પોતાની સગવડ અનુસાર જુદા જુદા વિસ્તારોમાં બંગલાઓ અને ફ્લેટોમાં રહેતા થયા. આથી જૂની ગલી અને મહોલ્લા પ્રથા નો અંત આવ્યો. હાલમાં છોકરાઓ અને છોકરીઓ પણ પોતાના અભ્યાસ નોકરી ધંધા અર્થે શહેર,રાજ્ય, દેશ અને વિદેશોમાં નોકરી ધંધા અર્થે સ્થાયી થયેલ છે અને ત્યાં જ પરિવાર સાથે રહે છે. આથી હવે લગ્ન માટે સમાજના છોકરા છોકરીઓ શોધવાનું કાર્ય ખૂબ જ કપરૂ અને અઘરું થઈ ગયેલ છે. લોકો છૂટા છવાયા રહેતા હોવાથી કોઈને એકબીજા સાથે કોઈ પરિચય નથી અને જાણ નથી. અમોએ આ વેબસાઈટ દ્વારા તમારા લગ્ન ઈચ્છુક છોકરાઓ અને છોકરીઓને એકબીજાનો પરિચય કરાવવાનું કાર્ય કરી રહ્યા છે. જેમાં આપેલ નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, ફોટા, ઇમેલ આઇડી થી તેમનો સંપર્ક કરી પોતે દરેક વિષયની સ્વચકાસણી, તપાસ, ખાતરી કરી તમારી જવાબદારીએ સંબંધ જોડી શકો છો.


Our Founder’s

Advocate Chetan Kelawala

Advocate Chetan Kelawala

શ્રી ચેતન કેળાવાળા મોઢ ઘાંચી સમાજના છે અને સુરતમાં વસવાટ કરે છે. તેઓએ B.Com , LL.B , MBA(Finance),DCM નો અભ્યાસ કર્યો છે. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત નોકરીથી કરી, વિવિધ કંપનીઓમાં, વિવિધ પોસ્ટ પર, વિવિધ શહેરોમાં 14 વર્ષ નોકરીનો અનુભવ ધરાવે છે. જેમાં મુખ્યત્વે NBFC, TELECOM, BANKING Sector નો સમાવેશ થાય છે. તેઓએ Financial services, Property services, Job placement agency, Education academy ના ધંધા નો અનુભવ ધરાવે છે.

હાલમાં તેઓ સ્કૂલના ટ્રસ્ટી, એડવોકેટ, SGCCI Life Member, અંગદાતા અને ડિજિટલ સામાજિક સેવાના કાર્યમાં સક્રિય છે. સમાજના છોકરાઓના લગ્નના સળગતા પ્રશ્નોના ઉકેલ કરવાનું બીડુ ઝડપીને તેઓએ આ કાર્ય શરૂ કરેલ છે.

Top